Tuesday, March 24, 2015

Yaaro Ki Yad..!


Hamari bhi thi ek kahani,
Hamari bhi thi ek hasti Purani,
kandhe pe tha dosto ka hath,
Sara Jamana Jeet lete aisa tha Yaro ka Sath,
sath beth kar karte the Masti,
Dosto k liye kiya Bachapan kurban,
aaj wo ban Bethe is Dhadakan ki Jaan,
Choti se Choti Bato ko dil se Lagaya,
Phir bhi Kamino ne jate jate kub Hasaya,
Padhai ka to Sirf Bahana tha,
School me to dosto se Milne Jana tha,
Marne se Pahele ek Vada Nibhana,
Meri Kabar Par kehna Yaar ....,
"Uth kal movie dekhne k time pe anna".

બદલાઈ જાય છે

દુખ Auto-Update નથી
તોય Download થઈ જાય છે
સુખમાં Virus નથી
તોય Hang થઈ જાય છે
લાગણીઓનું SD card નથી
તોય Stored થઈ જાય છે
સંબંધમાં Camero નથી
તોય Selfy થઈ જાય છે
જીંદગી Whatsapp નથી
તોય Last seen થઈ જાય છે
માણસ Mobile નથી
તોય બદલાઈ જાય છે

Sunday, March 22, 2015

અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં
જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડે માં ઉજવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે

Monday, January 19, 2015

A Computor programmer's love shayari:

A Computor programmer's love shayari:


1) Kal jab mile the..
to dil mein hua 1 sound.
Aur aj mile to kehte hain..
ur file not found..!

2) Jo muddat se hota aya h,
woh repeat kar dunga..
woh na mili toh apni zindagi
ctrl+alt+del kar dunga..

3) Shayad mere pyar ko taste krna bhool gyi..
Dil se aisa cut kiya k paste krna bhul gyi..

4) Laakhon honge nigaah me, kbhi mjhe bhi pick karo..
Mere pyar k icon pe kabhi to double-click karo..

5) Roz subah hum karte hain
pyar se unhe gud morng..
Woh aise ghoor ke dekhti h,
jaise 1 error aur 5 warning..!:-


Friday, January 16, 2015

શોલે V2.0…(ગુજરાતીમાં).

કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે.
ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે…!!

“અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો,
નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બર
ત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…”
ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમી
ડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે
કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાય
કાલીયા : કોણ રોકશે અમને??
ઠાકુર : હું અને મારા માણસો
ત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….”
ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે…
કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે, સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂ
કરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે.
વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છે
અને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે.

ગબ્બરના અડ્ડા પર
ગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા?
કાલીયા : બે સરકાર
ગબ્બર : હં…..એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા? શું વિચારીને તમે પાછા
આવ્યા હતા? કે સરદાર ખુશ થશે ?
એપ્રાઈઝલ આપશે…નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ?
અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ આઊટ થઈ જા નહીં તો ગબ્બર તારી સિસ્ટમ ની પથારી ફેરવી નાખશે…અને તમે મારા નામની પૂરે પૂરી પથારી ફેરવી નાખી??
આની સજા મળશે…જરુર મળશે…
ગબ્બર સાંભા પાસે થી X-Terminal છીનવી લે છે અને કહે છે….
કેટલા સેશન છે આ મશીન માં?
સાંભા : છ સરકાર
ગબ્બર હં….સેશન છ અને
પ્રોગ્રામર ત્રણ ? બહુ નાઈન્સાફી
છે…Logout…Logout….Logout…હં હવે
બરાબર છે…
હવે સેશન પણ ત્રણ અને પ્રોગ્રામર પણ ત્રણ…
ગબ્બર : હવે તારુ શું થાશે કાલીયા?
કાલીયા : સરકાર મેં તમારો કોડ લખ્યો છે…
ગબ્બર : તો હવે ડોક્યુમેન્ટેશન પણ કર… :)



Saturday, January 10, 2015

For Friends... Scroll karu mari juni yado ne to :)

scroll karu mari juni yado ne..

hyperlink thai ne tu same ave chhe..

ek ek minute tari yad ave chhe..

screen saver ni jem tu same ave chhe..

Besu chhu kam karva..

minimize karu chhu mari badhha window ne..

Desktop ni jem tu same ave chhe..

delete karu chhu a yado ni file ne..


pan thodi thodi vare ae recyclebin ma thi pachhi ave chhe..

shutdown karu chhu mari system..

to pan shutdown message ma tu ave chhe..


scan karu chhu mari harddisk ne..

virus bani ne tu same ave chhe..


dial karu chhu isp ne..

connection lai ne tu ave chhe..

disconnect thai maru connection..

reconnect thai tari yad pachhi ave chhe..

open karu chhu mara network neighborhood ne..

entire network ma khali tuj ave chhe..

start karu chhu mara computer ne..

to taskbar ma system date ane time bani ave chhe..

off karva jau chhu system date ne..

to pan taskbar property ma tuj ave chhe..

ghare thi aavu chhu office to..

My briefcase ma tu sathe ave chhe..

kholu chhu a yado ni site ne..

to home page ni jem tu same ave chhe..

banavi rahyo chhu webastrologer..

com darek kundali ma tu nazar ave chhe..

ave chhe error mara programme ma..

MSDN Help bani tu ave chhe..

compile karu chhu java na programme ne..

classpath check kari tu ave chhe..

joi a chhe mari system ne power..

power code bani tu ave chhe..

betho chhu site banavva..

domain name bani tu same ave..


store karava mangu chhu kaik..

Database bani tu ave chhe..

select karva mangu chhu..

mouse pointer bani tu ave chhe..

vicharu chho biju kai jova..

najar udi ne tari taraf ave chhe..

gherayelo chhu computer processing ma..

taskmanager ni rite tu same ave chhe..

connection maltu nathi..

to pan offline tari yad ave chhe..

chalu karu chhu mara monitor ne..

256 color ma tu same ave chhe..

vichar karu chhu ghani var..

su tane pan mari yad ave chhe.?


aavto nathi taro javab to vicharu chhu ke..

su kam mane tari aatli badhi yad ave chhe..

check karu chhu mara inbox ne..

tara sivay badha na email ave chhe..

jo aave taro email to..

to hash manu ke koi ne to mari yad ave chhe..


suki padi gai chhe a yaado..

Tame malo to taji kari shakay chhe..

samji shaku chhu a fast life ne..

yad taji karva mate to ek email pan bahu ganay chhe..

jo ave taro reply to..

to samju tane mari yad ave chhe..

nahi to bijani jem tu pan bhuli jay chhe.....................


Funny But Thinkful Thoughts.. :)


જ્યારે તમે ભૂતકાળની ભૂલોને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતાઓ કરવામાં વ્યસ્ત હો
છો, ત્યારે તમારી જાણ બહાર જે પસાર થઈ જાય છે એ જિંદગી


સૂર્યોદય થાય એ જ ઘડીએ સૂર્યાસ્તની ધીમી પરંતુ અનિવાર્ય એવી શરૂઆત થઈ જાય છે.
સંપૂર્ણપણે અવિનાશી એવી સૂર્યોદય-ઘટનાની કલ્પના ક્યારેક કરવા જેવી છે. સૂર્યાસ્ત
વગર સૂર્યોદય શક્ય નથી.


જિંદગીભર ધૂમ કમાયેલો માણસ પોતાની સંપત્તિ વ્યવસ્થિત રાખ્યા વગર અવસાન પામે તો
સંપત્તિના ખરા વારસ એની પત્ની, પુત્ર કે પુત્રી નહીં, વકીલ થઈ જતા હોય છે…. !!

તમારા પપ્પા પૈસાદાર ન હોય તો એ તમારું દુર્ભાગ્ય ગણાય, પણ જો તમારા સસરા
શ્રીમંત ન હોય તો એ તમારું દુર્ભાગ્ય જ નહીં, તમારી બેવકૂફી પણ ગણાય….!!


તમારી પાસે એક ફોન હોય તો એને જરૂરિયાત કહેવાય. તમે બે ફોન ધરાવતા હો તો એને
ઐયાશી કહેવાય. ત્રણ ફોન હોય તો ઐશ્વર્ય ગણાય અને હા, જો તમારી પાસે એક પણ ફોન ન હોય
તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ ન કહેવયા…!!


બૅન્ક એટલે એવી સંસ્થા જે શિયાળામાં તમને છત્રી આપે છે અને ચોમાસામાં તમારી
પાસેથી છત્રી લઈ લે છે.


એક અભ્યાસ મુજબ – પરણેલો પુરુષ કુંવારા પુરુષ કરતાં લાંબુ જીવતો નથી પણ એને જીવન
લાંબું હોય એવું લાગે છે.


તમને દુનિયામાં કોઈ જ યાદ નથી કરતું એ માન્યતા સાવ ખોટી છે. ઘરનો હપ્તો ભરવાનું
એક મહિનો બંધ કરી જુઓ.


જ્યારે લોકો માણસોને વાપરવાનું અને વસ્તુઓને પ્રેમ કરવાનું છોડીને વસ્તુઓને
વાપરવાનું અને માણસોને પ્રેમ કરવાનું શરૂ કરશે ત્યારે આ ધરતી પર સ્વર્ગ અવતરશે.


તમારા પર પડેલાં દુ:ખને જ્યારે તમે લોકો સમક્ષ વહેંચો છો ત્યારે અડધાને એમાં કોઈ
રસ નથી હોતો અને અડધા એમ સમજતા હોય છે કે તમે એ જ લાગના છો !


કેવી કમાલની વાત છે… તમે ઑફિસે મોડા પહોંચો ત્યારે એ તમારા પહેલાં આવી ગયા હોય
અને તમે વહેલા પહોંચો ત્યારે એ મોડા જ આવે… આવી વ્યક્તિ એટલે મારા-તમારા-આપણા બધાના
બૉસ…!!


ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો આ પ્રજાને લખવાનો બહુ શોખ. અલબત્ત,
ચેક લખવાનો… એ જ રીતે આપણા ગુજરાતીઓને વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બૅન્કની પાસબુક
વાંચવાનો.


લોકશાહીની મોટામાં મોટી ખામી શું ? લોકશાહીની મોટી ખામી એ જ કે માત્ર વિરોધ
પક્ષવાળા જ જાણતા હોય છે કે દેશનું શાસન સારી રીતે કેમ ચલાવવું…!!


મુર્ખ કહો કે ડાહ્યા, દુનિયામાં કેટલાક એવાંય માણસો હોય છે કે જ્યારે તક બારણું
ખખડાવતી હોય ત્યારે ઘોંઘાટની ફરિયાદ કરતા હોય છે.


ખુશામત તમારા માટે પ્રાણવાયુ ન બની જાય ત્યાં સુધી બીજા તમારી ખુશામત કરે તો એને
ચલાવી લો…!!


ઘણા ડૉકટરોનું નિદાન એટલું તો સચોટ હોય છે કે તેમણે જો મેલેરિયાનું નિદાન કર્યું
હોય તો એમનો દર્દી ચોક્કસ મેલેરિયાને લીધે જ મરે છે.


છાપામાં ‘વર જોઈએ છે’ જાહેરાત વાંચીને કેટલીય પત્નીઓએ કાગળ લખ્યો ‘અમારા લઈ
જાઓ.’


હતાશા એટલે તમે બધાય પ્રશ્નોના જવાબો જાણતા હો જ્યારે કોઈ તમને એકેય પ્રશ્ન જ ના
પૂછતું હોય.

તમારી પોતાની પરવાનગી સિવાય બીજું કોઈ તમને દુ:ખ પહોંચાડી શકે નહીં.

કહે છે કે માનવ ઈતિહાસમાં સૌથી પહેલું લખાયેલું વાક્ય આ પ્રમાણે હતું : ‘દુનિયા
હવે પહેલાં જેવી નથી રહી.’


અભ્યાસલક્ષી પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની રોજિંદી મુસાફરી જેવું છે. બે સ્ટેશનો
વચ્ચે પાસ કઢાવીને રોજ અપડાઉન કરનારો વર્ષો સુધી તેમ કરે તોય ઝાઝું જોવા નથી
પામતો.


સૂર્ય સાથે પૃથ્વી બંધાયેલી છે પણ ગાંઠ વગર. પૃથ્વી સાથે ચંદ્ર બંધાયેલો છે પણ
તે ગાંઠ વગર. આસક્તિ વગરનો પ્રેમ આવો હોય.


પોતાના ભાષણ દ્વારા શ્રોતાઓને કેમ જકડી રાખવા એની કળા બહુ ઓછા વક્તાઓને આવડે છે,
પરંતુ શ્રોતાઓને ક્યારે ઘેર જવા દેવા એની આવડત તો એથીય ઓછા વક્તાઓ પાસે હોય છે.


કામ હોય ત્યારે જ કોઈને યાદ કરીને ‘કેમ છો ?’ એમ પૂછો તો એ સ્વાર્થ ગણાય… કામ ન
હોય છતાં અવારનવાર રૂબરૂ કે ફોન દ્વારા ‘કેમ છો ?’ પૂછો તો એને સંબંધ કહેવાય.
‘ભાઈ, તમારા આ શહેરનો ટ્રાફિક તો ગજબનો છે !’

યાદ રાખો ફક્ત બે જ દિવસમાં આવતીકાલ, ગઈકાલ થઈ જશે.

જો તમે સાચું બોલવાનું રાખશો તો એનો ફાયદો એ છે કે તમારે કોઈ વાત યાદ નહીં રાખવી
પડે.


વકીલ એની કારકિર્દીની શરૂઆતામાં પાંચ હજારનો કેસ 500 રૂપિયાની ફીથી લડે છે.
પાછળથી એ જ વકીલ રૂપિયા 500 ના કેસ માટે પ્રેમથી પાંચ હજાર વસૂલ કરી લેતો હોય
છે.


આળસુ લોકો એટલા માટે સવારે વહેલા ઊઠી જાય છે કારણકે એમને દિવસનો વધુમાં વધુ સમય
આળસમાં પસાર કરવો હોય છે.


આપણી પાસે જે કાંઈ નથી તેના વિચારોમાં જે કાંઈ છે તે ભોગવવાનું રહી જાય છે.

Friday, January 9, 2015

હું તારી HARD DISK ને તું મારી RAM.. !!


હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,

DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે! ;p

Thursday, January 8, 2015

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,.

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે !
મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ?
શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.
ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે !
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે !
ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે !
આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે !
તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?


LIFE OPERATING SYSTEM.. :)

एक महिला ने .. "IT TECHNICAL Support" .. को PHONE किया। महिला---"मुझे HUSBAND PROGRAM में दिक्कत आ रही है। " Techn...